GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ની સ્થાપના 1946માં થઈ અને 1947 માં કામગીરીની શરૂઆત કરી. નીચેનામાંથી કયા IMF ના કાર્યો છે ? (I) તે ટૂંકાગાળાના ધિરાણ આપતી સંસ્થા તરીકે કાર્ય કરે છે. (II) વિનિમય દરની વ્યવસ્થિત ગોઠવણ કરવા માટે વ્યવસ્થાતંત્ર પૂરું પાડે છે. (III) તે સભ્ય દેશોના ચલણના ભંડાર તરીકે કાર્ય કરે છે કે જેથી ઋણ લેનાર દેશ અન્ય દેશોનું ચલણ ઊછીનું લઈ શકે છે. (IV) સભ્ય દેશોના વિકાસના પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવું.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચેન્નાઈના મિ. 'C' એ પોતાના દિકરાના એકાઉન્ટન્સીના કોર્સના ઓનલાઈન શિક્ષણ માટે ફી ચૂકવેલ છે કે જે ઓનલાઈન શિક્ષણ અમેરિકામાં સ્થાયી શિક્ષક દ્વારા મેળવેલ છે. શું આ ‘સપ્લાય’ છે ? જો ‘હા’ તો GST ચૂકવવા કોણ જવાબદાર છે ? નીચેના પૈકી કયો / ક્યાં જવાબ / જવાબો સાચાં છે ? (I) 'હા', એ સપ્લાય છે. તે સેવા એ ધંધા માટે નથી અથવા વ્યવસાયની સગવડતા માટે નથી. (II) મિ. ‘C’ GST ચૂકવવા માટે જવાબદાર છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાંકીય નીતિની મર્યાદાઓના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈ અને સાચો જવાબ પસંદ કરો. (I) નાણાંકીય નીતિ વ્યાપક ફલક પર કામગીરી કરે છે, કે જે સંકડામણ અને તંગીની ઓછી વિચારણા કરે છે, જ્યારે સૂક્ષ્મ કક્ષાએ વ્યવહારનો સામનો કરે છે. (II) નાણા બજારમાં વિભાગીકરણનું અસ્તિત્વ ન હોવું.