GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ના કિસ્સામાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) IMF એ UNO સાથે સંકળાયેલ સ્વાયત્ત સંસ્થા છે.
(II) પ્રતિભાગી દેશો પાસેથી નક્કી કરેલા નિયત હિસ્સા પ્રમાણે નાણાં મેળવે છે.
(III) સભ્ય દેશોએ મૂડી ભંડોળમાં આપેલ ફાળાને આધારે તેમનો હિસ્સો નિયત કરવામાં આવે છે.

માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (III)
માત્ર (I) અને (II) સાચાં છે.
બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) ના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
(I) અલ્પવિકસિત સભ્ય દેશોને વિકાસ ભંડોળ સરળ શરતોએ પૂરું પાડે છે.
(II) વિશ્વના અલ્પવિકસિત વિસ્તારોમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપે છે.
(III) તે વિશ્વ બેંકના વિકાસ અને સગવડતાની પ્રવૃત્તિઓમાં અને પૂરક સંસ્થા તરીકે કાર્ય કરે છે.
(IV) ને વિશ્વ વેપાર સંસ્થા (WTO) ની સૂચના પ્રમાણે કાર્ય કરે છે.

માત્ર (I), (II) અને (III)
આપેલ પૈકી કોઈ નહીં
માત્ર (IV)
માત્ર (II) અને (III)

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) સૌપ્રથમ કેઈન્સે આર્થિક ક્ષેત્રમાં રાજ્ય હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સંતુલિત અંદાજપત્રની હિમાયત કરી.
(II) કેઈન્સ પહેલાં, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સક્ષમ નાણાંકીય સિધ્ધાંતમાં માનતા કે જેમાં નાના અને અસંતુલિત અંદાજપત્રનો વિચાર પણ ધ્યાનમાં લેવામાં આવતો.
(III) કેઈન્સ બાદ, એ.પી. લર્નરે કાર્યલક્ષી નાણાંનો ખ્યાલ, આધુનિક અંદાજપત્રીય નીતિને આપ્યો.

માત્ર (III) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય શૅરબજારના સંદર્ભમાં 1990 ના વર્ષમાં મહત્ત્વનું લક્ષણ એ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની ભારતીય શૅરબજારમાં ભાગીદારી છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) FIIs ને સપ્ટેમ્બર 1992 માં ભારતીય મૂડી બજારોમાં પ્રવેશની માન્યતા મળી હતી.
(II) FIIs ને ઓગસ્ટ 1993 થી સક્રિય રોકાણકારો બન્યા હતા.
(III) FIIs કે જે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ અને દેશના ભંડોળોની કામગીરી ભારતીય મૂડી બજારોમાં કરી રહ્યા છે.
(IV) FIIs ને કારણે 2003 માં તેજીની દોડ આવી કે જેથી સરકાર પોતાના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને અમલમાં મૂકી શકી.
ઉપરનામાંથી કઈ / કયા વિધાનો / માહિતી સાચી / સાચાં છે ?

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
બધા જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કિંમત ધારણ કરવા માટે વસ્તુમાં નીચેના પૈકી કઈ લાક્ષણિકતા હોવી જરૂરી નથી ?

તે સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ.
તે અછતવાળી હોવી જોઈએ.
તે તૃષ્ટિગુણ ધરાવતી હોવી જોઈએ.
તે તબદીલીને પાત્ર અથવા વેચાણપાત્ર હોવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટોક અને પુરવઠાના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ?

સ્ટોક ઉત્પાદનમાંથી આવે છે.
પુરવઠો એ સ્ટોકની રકમ છે કે જે નિયત કિંમતે વેચાણ માટે આપવામાં આવે છે.
સ્ટોક સંભવિત પુરવઠાને નક્કી કરે છે.
સ્ટોક અને પુરવઠો એક જ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP