GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
તાજેતરમાં સમાચારોમાં રહેલ INS સંધ્યાક ___ છે.

સૌથી જૂનું હાઈડ્રોગ્રાફીક સરવે જહાજ
તટરક્ષક પેટ્રોલીંગ જહાજ
ન્યુક્લિયર સબમરીન
નૌકાદળનું અધતન ક્રૂડ ઓઈલ જહાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ડિસેમ્બર 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતાં અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા.
2. આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતાં.
3. ચિત્તરંજનદાસે મહાસભાની અંદર જ “ખિલાફત સ્વરાજ્ય પક્ષ’ નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી “સ્વરાજ્ય પક્ષ" ના ટૂંકા નામે ઓળખાયો.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે ___ ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી.

બોરસદ
બારડોલી
રાસ
ધારીસણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિધ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે.
2. બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાની, રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી/સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ, દરેક કલમ (clause)ની વિચારણા કરવામાં આવે છે.
3. ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરૂ દ્વારા ઉદ્દેશ ઠરાવમાં (Objective Resolution) રજૂ કરવામાં આવ્યાં અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યાં ?
1. તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના કરવી.
2. લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો, અને કચડાયેલાં અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ.
3. વિશ્વમાં ભારતનું હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું.
4. ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવાં ઠરાવ કરવો.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. બાષ્પીભવન સમુદ્રજળની ક્ષારતામાં વધારો કરનારું પરિબળ છે.
2. ઉચ્ચ અક્ષાંશોના સમુદ્રો કરતાં ઉષ્ણ કટિબંધના સમુદ્રોમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું છે.
3. વ્યાપારી વાયુઓના પટ્ટામાં મહાસાગરોની સપાટીની ક્ષારતા ઊંચી રહે છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP