GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયો આંતર રાજ્ય (Inter-State) પુરવઠો છે ?

માલ પુરો પાડનાર જયપુર સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZ (વિશેષ આર્થિક ક્ષેત્ર) છે, જે જયપુર સ્થિત છે.
માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ જયપુર છે.
માલ પુરો પાડનાર અમદાવાદ સ્થિત છે અને માલ સપ્લાય કરવાનું સ્થળ SEZમાં છે, જે દિલ્હી સ્થિત છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂલ્ય અને કિંમત વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? વિધાનોની નીચે આપેલ વિકલ્પમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. મૂલ્ય એ સાપેક્ષ અને કિંમત એ નિરપેક્ષ ખ્યાલ છે
II. બધી જ ચીજ વસ્તુઓના મૂલ્યો એક જ સમયે વધી અને ઘટી શકે છે
III. એક જ સમયે બધી જ ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારો અને ઘટાડો થઈ શકતો નથી
IV. મૂલ્ય નો ખ્યાલ સાટા પદ્ધતિ સાથે સુસંગત છે જ્યારે કિંમત નો ખ્યાલ નાણાકીય પદ્ધતિ સાથે સુસંગત છે

III અને IV
I અને II
II અને III
I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

લેણદેણની તુલાની ખાદ્ય ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે વિસ્તૃત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે નિયમ આધારિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સંકુચિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સપાટ નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલમાંથી કઈ બાબતો એવી છે કે જે જાહેર હિસાબ સમિતિ (The Public Accounts Committee) અને જાહેર સાહસો પરની સમિતિ (The Committee on Public Undertakings) ધ્યાનમાં લે છે.

જાહેર દેવું
જાહેર આવક
જાહેર ખર્ચ
વસ્તુ અને સેવા કર (GST)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી ભારતમાં કયું/કયા ઈ બેન્કિંગનું/નાં ગેરલાભ/ગેરલાભો નથી ?

વ્યવહારોના ખર્ચમાં ઘટાડો અને સુરક્ષા અને કાનૂની જોખમની બંને
વ્યવહારોની પ્રક્રિયાની ગતિમાં ઘટાડો
સુરક્ષા અને કાનૂની જોખમની હાજરી
વ્યવહારોના ખર્ચમાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

i, ii, iv અને v
i, iii, iv અને v
ii, iii અને iv
i, iv અને v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP