GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ (disinvestment) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શૅર વેચવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી. 2. જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી. 3. પ્રથમ પદ્ધતિ 1991-92 થી 1998-99 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી. 4. બીજી પદ્ધતિ 1999-2000થી 2003-04 ના સમયગાળા દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × પ્રવર્તમાન ભાવ = ___ અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન × આધારવર્ષની કિંમત = ___
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મેન્ડરીન ડક (Mandarin duck) કે જે પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક છે, તે નીચેના પૈકી ___ ભારતીય રાજ્યમાં તાજેતરમાં જોવા મળ્યું હતું.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વર્લ્ડ ઈકોનોમીક ફોરમની વાર્ષિક સભાની 51મી આવૃત્તિ દાવોસ ખાતે “ધ દાવોસ એજન્ડા-2021’’ સાથે યોજાઈ હતી. આ એજન્ડાનું વિષયવસ્તુ ___ હતું.
વિશ્વાસનું પુનઃનિર્માણ કરવા માટેનું નિર્ણાયક વર્ષ
દેશો વચ્ચે સહકારનું નિર્માણ કરવા માટેનું વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં
વૃધ્ધીનું પુનઃનિર્માત્ર કરવા માટેનું અગત્યનું વર્ષ