GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી.
Q કયા માળ પર રહે છે ?

છઠ્ઠા
બીજા
ચોથા
નક્કી ન કરી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પાંચ સભ્યોના કુટુંબની હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. જો સૌથી નાના સભ્યની હાલની ઉંમર 10 વર્ષ હોય, તો સૌથી નાના સભ્યના જન્મના એક દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે ? (માની લો કે આ સમયગાળામાં કુટુંબમાં અન્ય કોઈ સભ્ય ઉમેરાયો કે દૂર થયો નથી.)

36.5 વર્ષ
38.5 વર્ષ
37.5 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
મૌર્ય કાળમાં પન્યાધ્યક્ષ ___ હતા.

સરકારી ખેતીના સંચાલક
જંગલોના સંચાલક
ટંકશાળના અધિકારી
વેપાર અને વાણિજ્યના વડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચું /સાચાં છે ?
1.જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે.
2. જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં.
3. અધ્યક્ષ એ 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એકની સમિતિના ચેરમેન તરીકે નિમણૂંક કરે છે.

માત્ર 2
માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા રાજાએ ગિરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું ?

ચંદ્રગુપ્ત-II
સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત
કુમારગુપ્ત-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
વ્હોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?

128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે.
આપેલ બંને
વ્હોટ્સએપ 128 બીટ એન્ક્રીપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP