GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી. S અને U ની બરાબર વચ્ચેના માળ પર કોણ રહે છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
આપેલા સમય માટે દેશની રાષ્ટ્રીય આવકમાં ___ શામેલ છે. i. સરકાર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ. ii. વિદેશમાં ભારતીયો દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ iii. ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા. ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા. iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું. iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચાં છે ? 1. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તો રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના એક તૃતીયાંશ કરતાં વધુ રહેશે નહીં. 2. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40ની રહેશે. 3. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 (ચાર છ ક્રમાંશ)સભ્યો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે.