GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે.
ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે.
iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે.
iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી.

i, ii, iii અને iv
ફક્ત iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે.
ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે.
iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે.
iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી.

ફક્ત i, ii અને iv
ફક્ત ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્યપાલને સોંપાયેલી ખાસ જવાબદારીઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. ઉત્તરાખંડમાં આદિજાતિ વિસ્તારોનો વહીવટ
ii. મણીપુરમાં પર્વતીય વિસ્તારોનો વહીવટ
iii. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના

ફક્ત ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત i અને ii
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વમાં ભાષા પરિવાર (Language families) ની બાબતે નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ?
i. ઈન્ડો-યુરોપીયન (Indo-European) ભાષા પરિવાર સૌથી મોટો પરિવાર છે.
ii. નીગર-કોંગો (Niger-Congo) ભાષા પરિવાર બીજા ક્રમનો મોટો પરિવાર છે.
iii. સિનો-તિબેટીયન (Sino-Tibetan) ભાષા પરિવાર ત્રીજા ક્રમનો મોટી પરિવાર છે.

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત iii
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
તાજેતરમાં ભારતીય સેનાએ નીચેના પૈકી કયા દેશ પાસેથી ન્યુ સિગ સૉર એસોલ્ટ (New Sig Sauer Assault) રાઈફલનો પ્રથમ જથ્થો પ્રાપ્ત કર્યો ?

ફ્રાન્સ
જર્મની
રશિયા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP