કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં આસામના પાંચ વિદ્રોહી જૂથો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ‘કાર્બી આંગલોંગ ત્રિપક્ષીય’ કરાર થયો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ કરાર મુજબ વિદ્રોહી જૂથો હિંસાનો માર્ગ છોડી દેશે તથા તેમના હથિયારો પણ સોંપી દેશે. 2. આ કરાર મુજબ હજારો ઉગ્રવાદીઓ સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે. 3. આ કરાર અંતર્ગત કેન્દ્ર સરકાર અને આસામ રાજ્ય સરકાર કાર્બી ક્ષેત્રના વિકાસ માટે 1000 કરોડ રૂપિયા ફાળવશે. 4. આ કરાર અંતર્ગત કાર્બી સમુદાયના આસામ રાજ્ય વિધાનસભામાં ફરજિયાત ચાર મંત્રીનો સમાવેશ કરવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.