GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
XYZ લિમિટેડ એ સૌંદર્ય પ્રસાધનોની પેદાશોના ઉત્પાદક છે, જે ત્રણ પેદાશો એક સાથે એક જ પેકેટમાં પુરી પાડે છે. આ પેકેટમાં હેર ઓઈલ (GST દર 18 %); પરફ્યુમ (GST દર 28%) અને કાંસકો (GST દર 12%). પ્રત્યેક પેકેટની કિંમત રૂા. 800 (કર સિવાય) છે. કંપની દ્વારા એક માસમાં આવા 500 પેકેટ પુરા પાડવામાં આવ્યા છે. આ અંતર્ગત પુરવઠાનો પ્રકાર અને વસ્તુ અને સેવા કર (GST) ની રકમ શું થશે તે જણાવો ?
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
GST હેઠળ નોંધાયેલા વ્યક્તિઓનું ઓડીટ કરવાની સત્તા કોને છે ? i. CGST કમિશ્રર / SGST કમિશ્રર ii. કોઈ પણ અધિકારી કે જેને સામાન્ય કે ચોક્કસ આદેશથી CGST/SGST કમિશ્નર દ્વારા સત્તા આપવામાં આવી હોય iii. મહેસૂલ અથવા કર વિભાગના અગ્ર સચિવ
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘S’ દ્વારા PM ફેર ફંડ માં રૂ, 50,000 અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં રૂ. 20,000 ચેકથી સખાવત પેટે આપવામાં આવ્યા છે. તેમણે એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને રૂ. 10,000 ની સખાવત રોકડેથી કરેલ છે. ભારતીય આવકવેરા ધારા-1961 ની કલમ 80 (G) હેઠળ આકારણી વર્ષ: 2021-22 માટે તેઓને કેટલી રકમ કપાત તરીકે મજરે મળવાપાત્ર છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચા છે. નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો I. માંગ એ ખરીદ શક્તિ અને ચુકવણી કરવાની ઈચ્છા દ્વારા સમર્થિત ચીજવસ્તુની ઈચ્છા છે. II. માંગ એ કોઈ ચીજ વસ્તુની ઇચ્છા છે. III. માંગની હંમેશા ચીજવસ્તુના ભાવ ના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવે છે. IV. કોઈ ચીજ વસ્તુઓની માંગ ઘણા પરિબળોથી પ્રભાવિત થાય છે.