GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અનુચ્છેદ 14 વર્ગ માટે કાયદાના પ્રાવધાનનો નિષેધ કરે છે, તે કાયદા દ્વારા વ્યક્તિઓ, વસ્તુઓ અને વ્યવહારોનું વાજબી વર્ગીકરણને પરવાનગી આપે છે. 2. અનુચ્છેદ 39 ને તે અનુચ્છેદ 14 નો ભંગ કરે છે તે આધારે પડકારી શકાય નહીં. 3. સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું કે જ્યાં અનુચ્છેદ 13-C આવે છે ત્યાં અનુચ્છેદ 14 ખૂબ જ અસરકારક હશે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. મહીલા અને બાળવિકાસ મંત્રાલયે તેના તમામ મુખ્ય કાર્યક્રમો ત્રણ છત્રો હેઠળ વર્ગીકૃત કર્યા છે. 2. છત્ર કાર્યક્રમો, મિશન પોષણ 20, મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ છે. 3. આંગણવાડી સેવાઓ મિશન વાત્સલ્ય હેઠળ આવે છે. 4. બેટી બચાવો અને બેટી પઢાવો અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના મિશન શક્તિ હેઠળ આવે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
હિંદ સરકારનો ધારો, 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી રાજ્યપધ્ધતિ નાબુદ કરી અને પ્રાંતીય સ્વાયત્તતા દાખલ કરી. 2. આ ધારાએ રાજ્યપાલને પ્રાંતીય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવાનું પણ ઠેરવ્યું. 3. આ ધારાએ તમામ અગીયાર પ્રાંતોમાં દ્વિગૃહી પ્રથા દાખલ કરી. 4. અનુસૂચિત જાતિ, સ્ત્રીઓ અને કામદાર માટે અલગ મતદારમંડળો પૂરા પાડી તેણે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત વિસ્તૃત કર્યો.