GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. બાબરના હિંદ-આક્રમણ સમયે બંગાળમાં હુસેનવંશનું શાસન ચાલતું હતું.
2. બાબરના હિંદ-આક્રમણ સમયે કાશ્મીરમાં મુહમ્મદશાહ રાજ્ય કરતો હતો.
૩. બાબરના હિંદ-આક્રમણ સમયે ગુજરાતમાં સુલતાન મુઝફ્ફરશાહ બીજો રાજ્ય કરતો હતો.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
આનુવંશિક રોગો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. થેલેસેમિયા આનુવંશિક રોગ છે.
2. અલ્ઝાઈમર રોગ બહુઘટકીય આનુવંશિક વારસો છે.
3. રંગસૂત્રીય રોગો રંગસૂત્રોની સંખ્યામાં અથવા માળખામાં કોઈપણ ફેરફારને કારણે થાય છે.
4. પરિવારના માત્ર સ્ત્રી સભ્યો જ હિમોફિલિયા સિન્ડ્રોમના વાહકો છે.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતીય સેનાના તાજેતરમાં માનવરહિત હવાઈ વાહનો (UAVs) સંબંધીત લીઝ-સમજૂતી (lease agreement) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ભારતે ઈઝરાયલમાંથી 4 હિરોન UAVs લીઝ કરવા માટેની સમજૂતી કરી છે.
2. આ UAVs ભારત-પાકિસ્તાન સીમા ઉપર કામે લગાડવામાં આવશે.
3. આ લીઝ-સમજૂતી 5 વર્ષના સમયગાળા પૂરતી જ માન્ય રહેશે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક શહેરની વસ્તી 1,60,000 છે તથા તેનો વાર્ષિક વૃધ્ધિ દર 4% છે. તો 2 વર્ષ બાદ તે શહેરની વસ્તી કેટલી થશે ?

1,68,168
આપેલ પૈકી કોઈ નહીં
1,73,056
1,63,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP