GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે.
2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે.
3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચે આપેલી આકૃતિમાં AB || CD || EF, PQ || RS, ∠RQD = 25° અને ∠CQP = 60°, તો ∠QRS નું મૂલ્ય કેટલું થશે ?

130°
125°
આપેલ પૈકી એક પણ નહીં
135°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક બસ કોઈપણ રોકાણ વિના સરેરાશ 70 કિમી / કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે અને રોકાણ સાથે તે સમાન અંતર 50 કિમી / કલાકની ઝડપે કાપે છે. તો તે પ્રતિ કલાકે કેટલો સમય રોકાઈ હશે ?

19.14 મિનિટ
18.64 મિનિટ
17.14 મિનિટ
16.84 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે.
II. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતાં.
III. વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હોરીગીતો સારંગમાં જ ગવાય છે.

ફક્ત III
ફક્ત I અને II
ફક્ત I
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોના ભાગરૂપ છે ?
1. ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી.
2. 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના બાળકોને શિક્ષિત કરવાં.
3. બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્યના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. શાહીબાગમાં કોન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સિપાઈઓને દેહાંતદંડ આપવામાં આવ્યો હતો.
II. દેહાંતદંડના ઓરડાને "ફાંસી ઘર" તરીકે ઓળખવામાં આવતો હતો.
III. કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો.

ફક્ત I અને II
ફક્ત II
ફક્ત III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP