GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાજ્યસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે.
2. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે.
3. પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.

ફકત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો.
• આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત.
• પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું.
• આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો.
• પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું.
• ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું.
• મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી.
વિરામનો દિવસ કયો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ગુરૂવાર
બુધવાર
શુક્રવાર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જ્યારે ધૂળ આંખમાં જાય છે ત્યારે જે ભાગ સોજાવાળો અને ગુલાબી થઈ જાય છે તે ___ છે.

કોરોઈડ
શ્વેતપટલ (સ્કેરા)
નેત્રસ્તર (કન્જેક્ટીવા)
પારદર્શક પટલ (કોર્નિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેઈન્જ (UNFCCC) દ્વારા ઈનીશીયલ નેશનલી ડીટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન્સ સીન્થેસીસ રીપોર્ટ જારી કરવામાં આવ્યો. આ અહેવાલ ___ ખાતે યોજાનાર આગામી ___ માટે દેશોના આબોહવા પગલાઓનું માપન કરે છે.

વેનિસ, COP26
માદ્દીદ, COP25
ગ્લાસગૌ, COP26
મદાગાસ્કર, COP25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કસ્તુરબા પોષણ સહાય યોજના (KPSY) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સહાય ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે.
આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની માતાને સગર્ભાવસ્થાના સમયગાળા દરમ્યાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે રૂ. 12,000 ની રોકડ સહાય આપવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP