GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તમામ વીજચુંબકીય તરંગોમાં રેડીયો તરંગો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે.
2. રેડીયો તરંગો ફક્ત અવાજનું પ્રસારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
3. રેડીયો તરંગો પૃથ્વીના વાતાવરણમાં પસાર થાય છે અને એન્ટેના મારફતે વપરાશકર્તા દ્વારા ઝીલાય છે.

ફક્ત 1 અને 3
ફક્ત 3
ફક્ત 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રાજ્ય વિધાન પરિષદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. વિધાન પરિષદની મહત્તમ સભ્ય સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 જેટલી નિયત કરવામાં આવી છે.
2. વિધાન પરિષદના 1/3 સભ્યો રાજ્યના સ્થાનિક સત્તામંડળોના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે.
3. વિધાન પરિષદના 1/12 સભ્યો રાજ્યના માધ્યમિક શાળાની કક્ષા કરતા નીચલી કક્ષાના ન હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતા હોય તેવા શિક્ષકો દ્વારા ચૂંટાશે.
4. વિધાન પરિષદના કુલ સભ્યોના 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે.
સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિ. બાબતે નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તે ગુજરાતમાં ઉદ્યોગોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 2018માં સ્થાપવામાં આવી.
તેના દ્વારા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ યોજનાના સમાન ધોરણે અમલીકરણ કરવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પ્રકાશસંશ્લેષણ દરમ્યાન છૂટો પડતો ઓક્સિજન ___ માંથી નીકળે છે.

ક્લોરોફિલ
આપેલ પૈકી કોઈ નહીં
પાણી
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરૂ દ્વારા ઉદ્દેશ ઠરાવમાં (Objective Resolution) રજૂ કરવામાં આવ્યાં અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યાં ?
1. તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના કરવી.
2. લઘુમતીઓ, પછાત અને આદિવાસી વિસ્તારો, અને કચડાયેલાં અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઈઓ.
3. વિશ્વમાં ભારતનું હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્ચિત કરવું.
4. ભારતને સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવાં ઠરાવ કરવો.

1, 2, 3 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP