GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ - ચિનાબ પુલ – બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ પુલ કોંકણ રેલ્વે કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવી રહ્યો છે.
2. ચિનાબ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલલીંક પ્રોજેક્ટનો ભાગ છે.
3. આ પુલ ચિનાબ નદી ઉપર બાંધવામાં આવી રહ્યો છે અને તે એફીલ ટાવર કરતા પણ ઊંચો છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ કોડ 2020 (Occupational Safety, Health and Working Conditions Code, 2020) હેઠળ ધોરણોની સમીક્ષા કરવા માટે ત્રણ નિષ્ણાત સમિતિઓનું ગઠન કર્યું છે. આ સમિતિઓનું ગઠન ___ બાબતે કરવામાં આવ્યું છે. ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ કોડ 2020 (OccupationalSafety, Health and Working Conditions Code, 2020) હેઠળ ધોરણોની ત્રણ નિષ્ણાત સમિતિઓનું ગઠન કર્યું છે. આ સમિતિઓનું ગઠન........... બાબતે કરવામાં આવ્યું છે.
1. ફેક્ટરીઓ અને ડોક કામગીરી (Dock works)
2. બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શનના કામો
3. ફાયર સેફ્ટી
4. બાળ મજૂરી (Child Labour)
5. માર્ગ સુરક્ષા (Road Safety)

ફક્ત 1, 4 અને 5
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
1, 2, 3, 4 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ભૂજ પાસે આવેલ કોટાયમાં ત્રણ પ્રાચીન દેવાલય હતાં. તેમાનું શિવાલય જે હાલ મોજૂદ રહેલું છે જ્યારે સૂર્યમંદિર તથા વિષ્ણુમંદિર તૂટી ગયાં છે.
ભચાઉ પાસે કથરોટમાં પ્રાચીન સૂર્યમંદિર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ડેરિવેટિવ્ઝ (Derivatives) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ડેરિવેટિવ એક નાણાકીય સાધન (financial instrument) છે કે જેનું મૂલ્ય એક કે તેથી વધારે અંતર્ગત એસેટ્સ (underlying assets) અથવા જામીનગીરીઓ (securities) માંથી તારવવામાં (derived) આવે છે.
2. આ અંતર્ગત એસેટ્સ શેર (shares), બોન્ડ (bonds) અને ચલણ (currencies) અને સોના, ચાંદી વિગેરે જેવી ચીજવસ્તુઓ (commodities) હોઈ શકે છે.
3. SEBI રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયમન થતા હોય એવાં ડેરિવેટિવ્ઝનું નિયમન કરી શકતું નથી.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં લોકઅદાલતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 2002 માં સુધારેલ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 એ કાયમી લોકઅદાલતોની સ્થાપના જોગવાઈ કરી.
2. કાયમી લોકઅદાલત અધ્યક્ષ ધરાવે છે કે જે જીલ્લા ન્યાયાધીશ અથવા વધારાના જીલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય.
3. કાયમી લોકઅદાલત જાહેર સેવાઓમાં પર્યાપ્ત અનુભવ ધરાવતા બે નિષ્ણાતોનું બનેલું હશે.
4. કાયમી લોકઅદાલતની નાણાકીય હકૂમત રૂપિયા એક કરોડ સુધીની રહેશે.

1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP