GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી - જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. સેરેબ્રમ (બૃહદ મસ્તિષ્ક) - મગજના મોખરાના કાર્યો જેવા કે વિચારો અને ક્રિયાઓ
2. થેલેમસ - શરીર, આંખો, કાન અને અન્ય સંવેદન અંગોમાંથી તમામ સંવેદનાઓ મેળવે છે.
3. હાયપોથેલેમસ - દ્રષ્ટિ, શ્રવણ અને ઊંઘ સાથે સંકળાયેલ છે.
4. મધ્ય મસ્તિષ્ક - ગુસ્સો, આક્રમકતા અને ભૂખની લાગણીઓ સાથે સંકળાયેલ છે.

ફક્ત 1
ફક્ત 3 અને 4
ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ક્ષારીય ભૂમિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ક્ષારીય ભૂમિ વિપુલ માત્રામાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ધરાવે છે.
2. ક્ષારીય ભૂમિ સ્થાનિક રીતે રેહ(reh), ઉસર (usar), અને કલાર (kallar) જેવા વિવિધ નામોથી ઓળખાય છે.
3. ક્ષારીય ભૂમિ ઊંચી માત્રામાં નાઇટ્રોજન અને કેલ્શિયમ ધરાવે છે.
4. ક્ષારીય ભૂમિ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં ઉદ્ભવે છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક વર્તુળાકાર ટેબલની ફરતે 15 વ્યક્તિઓ બેઠા છે. તો તે પૈકી ચોક્કસ 2 વ્યક્તિઓ સાથે જ બેસે તેની સંભાવના કેટલી થશે ?

1/7
2/15
2/7
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. શ્યામજીકૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીદ્યું અને તેનું નામ ઈન્ડિયા હાઉસ રાખ્યું.
ii. મેડમ કામાએ 1907માં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો.
iii. મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન "મને મારા દેશ માટે મારા પ્રાણનું બલીદાન આપવાનું સન્માન હોવાનો ગર્વ છે." હતું.
iv. ભગતસિંહ એ "ઈન્કલાબ જિંદાબાદ" નો યુદ્ધ-નારો આપ્યો હતો.

ફક્ત i અને ii
i,ii,iii અને iv
ફક્ત ii, iii અને iv
ફક્ત i, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP