GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ.
2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી.
3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે.
4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.

1, 2, 3 અને 4
માત્ર 1 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈન્ડીયન સાઈન લેન્ગ્વેજ ડિક્ષનરીની ત્રીજી આવૃત્તિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય આ ત્રીજી આવૃત્તિ જાહેર કરશે.
II. નવી આવૃત્તિ રોજીંદા વપરાશના 10,000 શબ્દોનું બનેલું હશે.
III. તે શૈક્ષણિક, કાયદાકીય, મેડીકલ, ટેકનીકલ, વહીવટી અને કૃષિ લગતા શબ્દોનો પણ તેની અંદર સમાવેશ કરશે.

ફક્ત II અને III
ફક્ત I અને III
ફક્ત II
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તિજોરી બિલો (Treasury Bills) વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તિજોરી બિલો ખૂબ જ તરલ (liquid) છે.
2. આ બિલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે.
3. માત્ર RBI અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે.

માત્ર 1
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
રામસર સંમેલન સચિવાલય દ્વારા CEPA કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જે ___ માટે વપરાય છે.

Communication, Education, Participation und Awareness
Communication, Environment, Participation and Awareness
Communication, Education, Pollution and Awareness
Communication, Environment, Protection und Awareness

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ખારી નદી
2. દમણગંગા
૩. બનાસ
4. શંત્રુંજી
યાદી-II
a. મધુબન ડેમ
b. અરબ સમુદ્રમાં મળે છે
c. ખંભાતના અખાતમાં મળે છે
d. કચ્છના નાના રણમાં મળે છે

1 - d, 2 – b, 3 - c, 4 - a
1 - b, 2 – a, 3 - d, 4 - c
1 - a, 2 – b, 3 - c, 4 - d
1 - c, 2 - d, 3 – b, 4 – a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનીટાઈઝરમાં ___ હોઈ શકે છે.
1. ઈથેનોલ
2. આઈસો પ્રોપેનોલ
3. n-પ્રોપેનોલ
4. મીથેનોલ

માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP