GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1.સપ્ત - માતૃકા શિલ્પકૃતિએ ગુજરાતમાં પ્રખ્યાત છે. 2. સપ્ત - માતૃકાની પૂજા એ ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમ્યાન શરૂ થઈ હતી. 3. સપ્ત - માતૃકા સામાન્ય રીતે એકજ પેનલમાં કોતરવામાં આવે છે. 4. સપ્ત - માતૃકા મંદિરો એ ગુજરાતમાં પચ્ચતર (Pachhtar) આડોદર અને બાલેજ ખાતે સ્થિત છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સભા મોકૂફીની દરખાસ્ત બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1.તે એક અસાધારણ પ્રક્રિયા છે કે જે લોકસભાની સામાન્ય કાર્ય પ્રણાલીથી અલગ છે. 2. તેનો મુખ્ય હેતુ એ જાહેર મહત્વની બાબત પર તાત્કાલિક ગૃહનું ધ્યાન દોરવા માટેનો છે. 3. તે રાજ્યસભાને પણ લાગુ પડે છે. 4. તેને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા ___ હતા. 1. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ. 2. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો. 3. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ. 4. ત્યાર બાદ સફળ બારડોલી સત્યાગ્રહ થયો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.