GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય. 2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય. 3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. 4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. ધોરણ 8 માં છોકરાઓની સંખ્યા અને ધોરણ 7માં છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?