GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે અને નદીમુખ બનાવે છે.
2. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળવિભાજક છે.
3. નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલ ફાટખીણમાંથી વહે છે.

1,2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારની કેબિનેટ સમિતિઓ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
1. કેબિનેટ સમિતિઓ બે પ્રકારની હોય છે. સ્થાયી સમિતિ અને તદર્થ સમિતિ
2. સ્થાયી સમિતિઓ બંધારણીય છે જ્યારે તદર્થ સમિતિઓ વૈધાનિક છે.
3. રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રીની સલાહ અનુસાર આ સમિતિઓની રચના થાય છે.

1,2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે.
સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકત ને લાગુ પડે છે.
માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા (Extra territorial legislation)) બનાવી શકે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સપ્ટેમ્બર 1923 માં "સ્વરાજ આશ્રમ સંઘ"ના પ્રમુખ તરીકે કોણ નિયુક્ત થયા હતા ?

વલ્લભભાઈ પટેલ
અનસુયાબેન સારાભાઈ
ચુનીલાલ મહેતા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Department for Promotion of Industry and Internal Trade (DPIIT) (ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ) દ્વારા તાજેતરમાં નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં 100% FDI મંજૂર કરવામાં આવી ?

વીમા બ્રોકિંગ
આપેલ બંને
વીમા કંપનીઓ
આપેલ માંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકીના કયા ઉત્પાદો પારો ધરાવે છે ?
i. એલ.સી.ડી
ii. લેપટોપ બેટરીઝ
iii. અમુક ઓઇલ પેઇન્ટ્સ

ફક્ત i અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP