GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મૂળભૂત હક્કો અને કાનૂની હક્કો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મૂળભૂત હક્કોના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ સીધો જ ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી શકે છે.
2. કાનૂની હક્કોના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિએ રાબેતા મુજબની ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડે છે.
3. ભારતના બંધારણમાં ભાગ III સિવાય કોઈપણ ભાગમાં કાનૂની હક્કોની જોગવાઈ કરવામાં આવી છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે.
2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે.
3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડની વધતી માત્રા વાતાવરણના તાપમાનમાં ધીમો વધારો કરી રહી છે કારણ કે તે ___

તમામ સૌર કિરણોનું શોષણ કરે છે.
સૌર કિરણોત્સર્ગના પારજાંબલી વિભાગનું (Ultraviolet) નું શોષણ કરે છે.
સૌર કિરણોત્સર્ગનો અવરક્ત વિભાગ (Infrared) નું શોષણ કરે છે.
હવામાંની બાષ્પનું શોષણ કરે છે અને તેની ગરમીને જાળવી રાખે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
વ્યવસ્થિત રીતે કાપેલા હીરાના અસાધારણ ચળકાટનું મૂળ કારણ...

તે સ્પષ્ટ વિભાજક સમતલો ધરાવે છે.
તે ખૂબ સખત છે.
તે ખૂબ ઊંચો વક્રીભવનાંક ધરાવે છે.
તે ખૂબ ઊંચી પારદર્શકતા ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
Writs (રીટ - ન્યાયાલય આદેશ) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) - અદાલતમાં "લોકસ સ્ટેન્ડી" (Locus Standi) નો સિદ્ધાંત લાગુ પડતો નથી.
2. પરમારદેશ (Mandamus) - કોઈપણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય છે.
3. પ્રતિષેધ (Prohibition) - તે માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે.
4. ઉત્પ્રેક્ષણ (Certiorari) - તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તાધિકારો વિરૂદ્ધ જારી કરી શકાય નહિ.

ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

મંત્રી મંડળના તમામ નિર્ણય રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજુ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP