GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. વર્તમાન સાપ્તાહિક સ્થિતિ – આ અંદાજ હેઠળ, વ્યક્તિએ જો તે સપ્તાહ દરમ્યાન એક દિવસ માટે પણ લઘુત્તમ એક કલાક માટે રોજગારી મેળવેલ હોય તો તે રોજગારી મેળવતો હોવાનું ગણાય છે. 2. વર્તમાન દૈનિક સ્થિતિ – આ પધ્ધતિ હેઠળ, વ્યક્તિ રોજગારી મેળવતી હોવાની તો કહેવાય કે જો તેણે લઘુત્તમ 4 કલાક જે તે દિવસે કામ કર્યું હોય. 3. રોજગારની તીવ્રતા (Employment Intensity) – વાસ્તવિક કુલ ઘરગથ્થું ઉત્પાદન (Real GDP) ના એક હજારે રોજગારી મેળવતી વ્યક્તિઓની સંખ્યા
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી ? 1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી. 2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે. 3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે. 4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કરવેરાને લગતો નાણાકીય ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી. 2. રાજ્યસભાને અનુદાનની માંગણી ઉપર મત આપવાનો અધિકાર નથી. 3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર, ભથ્થાઓ અને પેન્શન ઉધારેલા ખર્ચ હેઠળ આવે છે. 4. ઉધારેલુ ખર્ચ સંસદના મતદાનને પાત્ર નથી.