GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. જ્યારે રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે, સંસદ સત્રમાં હોય તો પણ, રાષ્ટ્રપતિ રાજ્યના વિષયો લગત વટહુકમો જારી કરી શકે છે.
2. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન સંસદે રાજ્યના વિષયો ઉપર ઘડેલાં કાયદાઓ કટોકટીનો અંત આવ્યાંના 6 મહીના બાદ નિષ્ક્રિય થઈ જાય છે.
3. રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન કોઈપણ બાબત ઉપર રાજ્યને કારોબારી નિર્દેશો આપવા કેન્દ્ર અધિકૃત બને છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમે 11 પ્રાન્તો પૈકી 6 પ્રાન્તોમાં દ્વિસંગીકરણ (Bicameralism) દાખલ કર્યું.
2. આ અધિનિયમ કચડાયેલાં વર્ગો માટે અલગ મતદાર મંડળો (electorates) અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત લાગુ કર્યો.
3. આ અધિનિયમે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 10-19 (સગીર) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.
2. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-24 (યુવાનો) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ વધ્યું છે.
3. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-59 (કામ કરતી વય) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મિહિરની હાલની ઉંમર મલ્હારની હાલની ઉંમર કરતાં અડધી છે. 15 વર્ષ પછી મલ્હારની ઉંમર મિહિરની તે સમયની ઉંમરના દોઢ ગણા કરતા 2 વર્ષ જેટલી વધારે હશે. તો મલ્હારની હાલની ઉંમર કેટલી હશે ?

32 વર્ષ
38 વર્ષ
36 વર્ષ
34 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
1. લાલા લાજપતરાય
2. મદનમોહન માલવિયા
3. શ્રીમતી ઍની બેસન્ટ
4. લોકમાન્ય તિલક
a. “લીડર”
b. “ધી પીપલ"
c. "કેસરી"
d. “ન્યુ ઈન્ડિયા”

1 - b, 2 - a, 3 - d, 4 - c
1 - a, 2 - d, 3 - c, 4- b
1 - a, 2 - b, 3 - d, 4- c
1- d, 2 - a, 3 - b, 4- c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી રૂધિરના કાર્યો કયા છે ?
1. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી હોર્મોનનું લક્ષ્ય અવયવો સુધી પરિવહન કરવું.
2. શરીરના કોષો સુધી ખાદ્ય સામગ્રીનું પરિવહન કરવું.
3. પાણીની સમતુલાનું નિયમન કરવું.
4. શરીરના તાપમાનનું નિયમન કરવું.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP