GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કરવેરા લગત કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકારક્ષેત્ર ઉપલબ્ધ નથી.
2. પરંતુ GST બાબતે 101મા સુધારા અધિનિયમ, 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવ્યો છે.
3. જ્યાં પુરવઠો રાજ્યની બહાર પુરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાને માલના પુરવઠા ઉપર કર લાદવા ઉપર પ્રતિબંધ છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
મિહિરની હાલની ઉંમર મલ્હારની હાલની ઉંમર કરતાં અડધી છે. 15 વર્ષ પછી મલ્હારની ઉંમર મિહિરની તે સમયની ઉંમરના દોઢ ગણા કરતા 2 વર્ષ જેટલી વધારે હશે. તો મલ્હારની હાલની ઉંમર કેટલી હશે ?

32 વર્ષ
34 વર્ષ
38 વર્ષ
36 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
74મા બંધારણીય સુધારા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
આ અધિનિયમે દરેક રાજ્યમાં ત્રણ પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી.
આપેલ બંને
બે લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં એક કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)ની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ___ ની નિયુક્તિ કરવામાં આવી.

ડૉ. હોમી ભાભા
ડૉ. મેનન
ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયાં નામ / બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે ?
1. ત્રૈલોક્યગંડ
2. સિધ્ધચક્રવર્તી
૩. બર્બરકજિષ્ણુ

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP