GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ભારતની ભૂગોળના સંદર્ભમાં સાચાં છે ?
1. ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30° છે.
2. ભારતના રાજ્ય ક્ષેત્રની સીમાં સમુદ્ર તરફ 35 નોટિકલ માઈલ વધુ વિસ્તારિત થાય છે.
3. ઉત્તરના અંતિમથી દક્ષિણના અંતિમ સુધીનું ખરું અંતર આશરે 3214 કિમી થાય છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી.
2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં.
3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.

માત્ર 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1,2 અને 3
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ?
1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય.
2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય.
3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.

1,2,3 અને 4
માત્ર 2,3 અને 4
માત્ર 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદમાં પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય રીતે જોડાયેલા છે ?
1. સત્તા સૂચક પ્રસ્તાવ (Substantive motion) તે સ્વયં પર્યાપ્ત સ્વતંત્ર દરખાસ્ત છે કે જે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જેવી અતિ મહત્વની બાબત સાથે સંલગ્ન છે.
2. અવેજી પ્રસ્તાવ (Substitute motion) તે એક મૂળ પ્રસ્તાવની અવેજીમાં ચલાવવામાં આવતો અવેજી પ્રસ્તાવ છે અને તે મૂલ પ્રસ્તાવના વિકલ્પની દરખાસ્ત કરે છે.
3. સમાપન પ્રસ્તાવ (Closure motion) તે પ્રસ્તાવ એ સભ્ય દ્વારા ગૃહમાં કોઈ મુદ્દા પર ચર્ચાને ટૂંકાવવા માટે કરવામાં આવતો પ્રસ્તાવ છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1,2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ન્યુક્લિયર રિએક્ટર અને અણુબોમ્બ વચ્ચે તફાવત એ છે કે -

ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન (ક્રિયા શ્રૃંખલા) થતી નથી જ્યારે અણુ બોમ્બમાં થાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએકશન નિયંત્રિત હોતી નથી.
ન્યુક્લિયર રિએક્ટરમાં ચેઈન રિએક્શન નિયંત્રિત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP