GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માલ પૂરો પાડતાં વ્યવસાયો અને વ્યક્તિઓનો એક નાણાકીય વર્ષમાં એકંદર વકરો જો રૂ. 40 લાખથી ઓછો હોય તો તેઓ GSTમાં મુક્તિનો દાવો કરી શકે છે. 2. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના માલ પૂરો પાડનારાઓ માટે GSTની નવી મુક્તિ મર્યાદા રૂ. 20 લાખ છે. 3. પહાડી પ્રદેશો અને ઉત્તરપૂર્વના રાજયોના વ્યવસાયિકો કે જે સેવાઓ પૂરી પાડવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેમના માટે GST મુક્તિ મર્યાદા રૂ.10 લાખ રહી છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.