GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મૃદ્ભાણ્ડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ.
2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદ્ભાણ્ડ પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.
3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક સમબાજુ ત્રિકોણાકાર પ્લેટને કાપી n નાની એકસરખી સમબાજુ ત્રિકોણાકાર પ્લેટ બનાવવામાં આવે છે. તો નીચે પૈકી n નું શક્ય મૂલ્ય ક્યું છે ?

625
343
216
256

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

પોચારામ નેશનલ પાર્ક, તેલંગાણા – હાથી
ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન – ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ
ભીતરકનિકા, ઓડિશા – વ્હેલ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
___ એ ગુજરાત સરકાર સાથે તેના કોયલી વડોદરા ખાતે આવેલ ગુજરાત રીફાઈનરીમાં 6 પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ ઉપર હસ્તાક્ષર કર્યા છે.

ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લી.
ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લી.
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ___ ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી.

વાલજી
જોધા માણેક
ઠાકોર સૂરજમલ
મગનજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
હિમાલય
1. પંજાબ હિમાલય
2. કુમાઉ હિમાલય
૩. નેપાળ હિમાલય
4. અસમ હિમાલય
પર્વતીય વિસ્તાર
a. સિંધુ નદી અને સતલુજ નદી વચ્ચેનો
b. સતલુજ નદી અને કાલી નદી વચ્ચેનો
c. કાલી નદી અને તિસ્તા નદી વચ્ચેનો
d. તિસ્તા નદી અને બ્રહ્મપુત્ર નદી વચ્ચેનો

1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - a, 2 - b, 3 - d, 4 - c
1 - c, 2 - d, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP