GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

ફક્ત 2 અને 3
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સ્તરભંગના કારણે દક્ષિણ ભારતનો ___ નો કેટલોક ભાગ ડાલ્પેશિયન જેવા લંબાત્મક કિનારો ધરાવે છે.

પશ્ચિમ કિનારા
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
પૂર્વ કિનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે.
2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે.
3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદના વિશેષાધિકાર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદીય વિશેષાધિકારના ભંગ બદલ સંસદ, નહીં કે બહારની વ્યક્તિ, તેના સભ્યને સજા કરી શકે છે.
2. દિવાની અને ફોજદારી કેસમાં સંસદ સત્ર દરમ્યાન સંસદ સભ્યની ધરપકડ કરી શકાતી નથી.
3. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદ સભ્ય અદાલતમાં અનિર્ણિત કેસમાં પુરાવો આપવા અને સાક્ષી તરીકે હાજર રહેવા ઈનકાર કરી શકે છે.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કૃષિ લાગત અને મૂલ્ય આયોગ (Commission for Agricultural Costs & Prices) (CACP) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. CACP 1965 માં અસ્તિત્વમાં આવ્યું.
2. આયોગ અધ્યક્ષ, સભ્ય સચિવ, એક અધિકારીક (Official) સભ્ય અને બે બિન-અધિકારીક (Non-Official) સભ્યોનો સમાવેશ કરે છે.
3. બિન-અધિકારીક સભ્યો ખેડૂત સમુદાયના પ્રતિનિધિઓ છે.
4. CACP રવિ અને ખરીફ પાક માટે સરકારને વર્ષમાં બે વાર મૂલ્ય નીતિ અહેવાલોના સ્વરૂપમાં તેની ભલામણો સુપ્રત કરે છે.

ફક્ત 3 અને 4
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નોન પરફોર્મીંગ એસેટ્સ (Non-Performing Assets) (NPAs) બાબતે નીચેના પૈકી કયા યોગ્ય રીતે જોડાયેલા છે ?
1. સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ (Substandard Assets) - જ્યારે NPAs ની વય 12 વર્ષ કે તેથી ઓછી થયેલી હોવી જોઈએ.
2. ડાઉટફુલ એસેટ્સ (Doubtful Assets) - જ્યારે NPAs ની વય 12 વર્ષથી વધુ થયેલી હોય.
3. લોસ એસેટ્સ (Loss Assets) - જ્યારે બેંકે લોસ (Loss) ને નિશ્ચિત કરી લીધું હોય પરંતુ તેને બંધ લેખિત (Written off) કરેલું ના હોય.
4. સ્ટ્રેસ્ડ એસેટ્સ (Stressed Assets) - NPAs+પુનર્ગઠીત લોન (Restructured loans) + બંધ લેખિત એસેટ્સ (Written off assets)

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP