GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકીનું કયું સૂત્ર બચત દરની ગણતરી કરવા માટે વપરાય છે ?

બચત દર = બચત×આવક/વસ્તી
બચત દર = બચત/આવક × 100
આપેલ પૈકી એક પણ નહીં
બચત દર = આવક/બચત × 100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
1. વિખંડન (Fission) અને સંલયન (Fusion) બંને નાભિકીય (Nuclear) પ્રતિક્રિયાઓ (Reactions) છે જે ઊર્જા (Energy) ઉત્પન્ન કરે છે.
2. વિખંડન (Fission) એવી પ્રક્રિયા છે જેમાં બે હલકા નાભિક (Nuclei) એકસાથે ભેગા થાય છે.
3. સંલયન (Fusion) ભારે અસ્થાયી (Unstable) નાભિ (Nucleus) ને બે હલકા નાભિક (Nuclei) માં વિભાજીત કરવાની પ્રક્રિયા છે.

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 2 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I (વરસાદનું પ્રમાણ)
1. ભારે વરસાદના ક્ષેત્રો
2. મધ્યમ વરસાદ
3. ઓછો વરસાદ
4. અપૂરતો વરસાદ
યાદી - II (જે વિસ્તારમાં વરસાદ પડે છે)
a. આસામ, મણિપુર
b. બિહાર
c. હરિયાણા
d. ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ

1-d, 2-a, 3-b, 4-c
1-b, 2-c, 3-d, 4-a
1-a, 2-b, 3-c, 4-d
1-c, 2-d, 3-a, 4-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે.
2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે.
3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે.
4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટીસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રોકડ અનામત ગુણોત્તર(Cash Reserve Ratio) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
તે બેંકો પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે.
તમામ વાણિજ્ય બેંકો માટે રોકડ અનામત ગુણોત્તરની જરૂરિયાતો જાળવવી ફરજિયાત છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY) બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. PMJJBY 18 થી 50 વર્ષ સુધીના વયજૂથવાળાં લોકો કે જેઓ બેન્ક ખાતું ધરાવે છે અને આ યોજનામાં જોડાવવા તેમજ 'ઓટો ડેબિટ (auto debit)' શરૂ કરવા માટેની સહમતી આપી હોય, તેઓ માટે ઉપલબ્ધ છે.
ii. લાઈફ કવર રૂ‌. બે લાખનું રહેશે કે જે પહેલી જૂનથી 31મી મે સુધીનું રહેશે અને તેને ફરીથી તાજું/નવીનીકરણ કરાવી શકાશે.
iii. ફક્ત અકસ્માત મૃત્યુના કિસ્સામાં આ યોજના હેઠળ જોખમનું કવરેજ રૂ. બે લાખનું છે.

ફક્ત i અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP