GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે ?

બીરહૂર
ઉદાળી જવું
સાટા લગ્ન
કહોતી લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણે લોકપ્રિય સામયિક "જનકલ્યાણ" શરૂ કર્યું હતું ?

મોરારી બાપુ
પુનિત મહારાજ
સ્વામી સચ્ચિદાનંદ
ભીક્ષુ અખંડાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્રની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
સંસદ રાજ્યક્ષેત્રાતીત કાયદા ઘડી શકે કે જે ભારતના નાગરિકો અને સમગ્ર વિશ્વમાં તેમની સંપત્તિ પર લાગુ પડી શકે.
જે તે રાજ્યમાંના અનુસૂચિત ક્ષેત્રમાં સંસદનો અધિનિયમ લાગુ પડતો નથી તેવો નિર્દેશ આપવાની સત્તા રાજ્યપાલને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભાની રચના અંગે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠકો ફાળવવાની થતી હતી.
2. પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી.
3. અન્ય જ્ઞાતિઓને (મુસ્લિમ તથા શીખ)ને ફાળવવામાં આવેલી બેઠકોની જ્ઞાતિના પ્રાંતીય ધારાસભામાં સભ્યો દ્વારા ચૂંટવામાં આવનાર હતી.
4. ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ તબદીલ પાત્ર મત પદ્ધતિ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વને અનુસરવામાં આવ્યું હતું.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ?

ચૈતન્ય મહાપ્રભુ
વલ્લભાચાર્ય
ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ___ ખાતે આવેલું છે.

આહવા
વઘઈ બોટનીકલ ગાર્ડન, ડાંગ
જૂનાગઢ
સરદાર સરોવર મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP