GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. મહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મૂળરાજ-બીજાને હરાવવામાં આવ્યો હતો. II. સત્તા પ્રાપ્ત કર્યા પહેલાં વાઘેલા અણહિલવાડના ચાલુક્યો હેઠળ સેવાઓ આપતાં હતાં. III. જયસિંહ સિદ્ધરાજનો ચાલુકય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના નાણાપંચ વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. ભારતનું નાણાંપંચ એક અધ્યક્ષ અને 5 અન્ય સદસ્યોનું બનેલું છે. 2. પંચના સદસ્યની લાયકાત સુનિશ્ચિત કરવા માટે બંધારણે સંસદને અધિકૃત કરે છે. 3. સુદ્રઢ નાણાં વ્યવસ્થાના હિતમાં રાષ્ટ્રપતિ કોઈપણ બાબત નાણાં આયોગને સલાહ સૂચન માટે મોકલી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્યના પ્રથમ સંગ્રામ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. શાહીબાગમાં કોન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સિપાઈઓને દેહાંતદંડ આપવામાં આવ્યો હતો. II. દેહાંતદંડના ઓરડાને "ફાંસી ઘર" તરીકે ઓળખવામાં આવતો હતો. III. કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો.
ગોપાલનના કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ રક્ષણ એ માત્ર કારોબારીની મનસ્વી સત્તા વિરુદ્ધ ઉપલબ્ધ છે, ધારાકીય કાર્યવાહી માટે નહીં.