GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તિઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું.
II. કામરૂપના રાજા, ભાસ્કરવર્મને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી.
III. હર્ષવર્ધને ગૌડના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.

ફક્ત III
ફક્ત II અને III
ફક્ત II
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુચ્છેદ 3 ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી જ દાખલ કરી શકે.
2. વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયકને જે તે રાજ્યની ધારાસભાને સલાહ સુચન માટે મોકલી શકે.
3. રાષ્ટ્રપતિ એ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે.
4. સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્ય સભાની વિશેષ મંજૂરી લેશે.

માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભાલણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. તેઓ એ ગુજરાતી લેખક હતા કે જેમણે બાણભટ્ટની 'કાદમ્બરી' નું ભાષાંતર કર્યું.
II. તેઓ મીરાબાઈના સમકાલીન હતાં.
III. તેઓએ અદ્વૈત ફિલસૂફીને પ્રતિપાદિત કરી.

ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત II
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. આ સત્તામંડળની સ્થાપના સંસદમાં ઘડવામાં આવેલ અધિનિયમ અંતર્ગત કરવામાં આવી.
2. પ્રત્યેક રાજ્યમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની રચના કરવામાં આવી છે.
3. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના બંધારણના હેતુઓમાંનો એક "આર્થિક ન્યાય"ની જોગવાઈ ___ માં છે.

આમુખ અને મૂળભૂત હકો
આપેલ તમામ
મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP