GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે. 2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે. 3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. અમદાવાદમાં 8મી ઓગસ્ટ, 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું. II. ક.મા.મુનશીએ 1937 માં મહા-ગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો. III. ઈન્દુલાલ યાજ્ઞિકે મહા-ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો - વિધાન : પ્રાચીન વસ્તુઓ એક પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. સામાન્ય માણસને તે ખરીદવા માટે ઘણી વધારે મોંઘી છે. તારણો : I. સામાન્ય માણસ પ્રાચીન વસ્તુઓ ખરીદતા નથી. II. પ્રદર્શનમાં મુકેલ વસ્તુઓ હંમેશા કીમતી હોય છે.
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી