GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અદી મર્ઝબાન દ્વારા પારસી રંગભૂમિને ફાળા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. તેમણે રંગભૂમિમાં અર્વાચીનતાના લક્ષણો ઉમેર્યા. II. તેમણે નાટકોમાં ગીત-સંગીતને વધુ પ્રાધાન્ય આપ્યું. III. પરંપરિત નાટકોમાં આઠથી દશ દ્રશ્યોની પ્રથા દૂર કરી એક જ સેટ પર નાટય ભજવણી સફળતાપૂર્વક થાય તેવી યોજના કરી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે. II. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતાં. III. વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્નગીતો, ઋતુગીતો અને હોરીગીતો સારંગમાં જ ગવાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. વાદ્યોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે. II. તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વગેરે વેદકાળમાં જાણીતાં હતાં. III. ભારતીય સંગીત વિષેની ચર્ચા "ઢોલસાગર" નામના સહુથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.