GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યના રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
તેઓ રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધિશોની નિમણૂંક, સ્થળ-નિમણૂંક તથા બઢતી કરી શકે છે.
રાજ્યની કારોબારી ક્ષેત્રની સત્તા મુજબ રાજ્યપાલ કોઈપણ વ્યક્તિને કોઈપણ ગુના સબબ થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે તેમજ માત્ર ઠપકો પણ આપી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે ?

11 : 3
19 : 7
આપેલ પૈકી કોઈ નહીં
21 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ત્રિકોણ ABC માં D, E અને F એ અનુક્રમે AB, AC અને BC ના મધ્યબિંદુઓ છે. P, Q અને R એ DE, DF અને EF ના મધ્યબિંદુઓ છે. તો ત્રિકોણ PQR અને સમાંતરબાજુ ચતુષ્કોણ ADFE ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ?

1 : 3
આપેલ પૈકી એક પણ નહીં
1 : 8
1 : 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : સુધારકને જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે.
તારણો :
I. જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ છે.
II. જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી.

જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
આપેલી બોક્સની ગોઠવણીમાં લીલા રંગના બોક્સની સ્થિતિ કઈ છે ?

નીચેથી બીજું
ઉપરથી પ્રથમ
આપેલ પૈકી એક પણ નહીં
ઉપરથી ચોથું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP