GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આવકવેરા ધારાની કલમ 142 અથવા 142A હેઠળ નીચેના પૈકી કયું આકારણી પહેલાની તપાસને આવરી લેતું નથી ?

તપાસ મૂકવી અને એસેસીને તક આપવી.
ઑડિટ થયેલ ન હોય તેવા હિસાબોને આવકવેરા વિભાગમાં જમા કરાવવા માટે દિશા સૂચન કરવું.
મૂલ્યાંકન અધિકારી આપવા.
એસેસીને રીટર્ન ભરવા માટે નોટીસ આપવી (જો અગાઉ ન ભર્યું હોય) હિસાબો રજૂ કરવા, દસ્તાવેજો માટે પણ નોટીસ આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્વયં ધારણ કરેલ મિલકતમાંથી થયેલ કરપાત્ર આવકના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે, કે જે આકારણી વર્ષ 2020-21 થી લાગુ થવાનું છે ?
(I) જો બે મિલકતો પોતાના રહેણાકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો બંને મિલકતોને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણવામાં આવશે અને તેના પર કોઈપણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.
(II) જો ત્રણ મિલકતો પોતાના રહેણાંકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો તેને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણીને તેના પર કોઈ પણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
બંને સાચાં નથી.
બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપની ધારો, 2013 મુજબ રોકડપ્રવાહ પત્રક બધી જ કંપનીઓ માટે તૈયાર કરવું જરૂરી છે, સિવાય કે –
(I) વ્યક્તિગત કંપની
(II) નાની કંપની
(III) નિષ્ક્રિય કંપની
(IV) મોટી કંપની

માત્ર (IV) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કિંમત ધારણ કરવા માટે વસ્તુમાં નીચેના પૈકી કઈ લાક્ષણિકતા હોવી જરૂરી નથી ?

તે સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ.
તે તબદીલીને પાત્ર અથવા વેચાણપાત્ર હોવી જોઈએ.
તે અછતવાળી હોવી જોઈએ.
તે તૃષ્ટિગુણ ધરાવતી હોવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતની ચૂકવણી સમતુલાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) 1956-57થી 1975 -76 ના સમયગાળો (સમયગાળો-I) અને 1980-81 થી 1990-91નો સમયગાળો (સમયગાળો-III) દરમિયાન સતત ચૂકવણી સંતુલનની સમસ્યા રહી છે.
(II) 1976-77 થી 1979-80 (સમયગાળો-II) દરમિયાન ચૂકવણી – સંતુલન અને વિદેશી વિનિમય અનામતોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો દેખાયો છે.

(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાઉન્સીલના સંબંધિત નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) ભારતીય બંધારણની આર્ટિકલ 279A મુજબ, ભારતના રાષ્ટ્રપતિને GST કાઉન્સીલની રચના કરવા માટેનો અધિકાર છે.
(II) ભારતના રાષ્ટ્રપતિએ GST કાઉન્સીલની રચના 15મી સપ્ટેમ્બર 2016ના રોજ કરી.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP