GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?

આપેલ તમામ
ઉંચા વાદળો – અલ્ટોસ્ટ્રેટસ, અલ્ટોકમ્યુલસ, નીમ્બોસટ્રેટસ્
મધ્યમ વાદળો – સીરસ, સીરોસ્ટ્રોટસ, સીરોકમ્યુલસ
નીચા વાદળો – કમ્યુલસ, સ્ટ્રેટસ, કમ્યુલોનીમ્બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે.
2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે.
3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે.
4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.

માત્ર 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મુન્તરા (Muntra) વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની સૌ પ્રથમ માનવરહિત ટેંક છે.
2. આ મોડેલ ત્રણ પ્રકારના નમૂના ધરાવે છે - દેખરેખ નિયંત્રણ (Surveillance), સુરંગ શોધ (Mine detection) અને જાસૂસી પૂર્વેક્ષણ (Reconnaissance)
3. આ ટેન્ક DRDO દ્વારા તેની પૂના સ્થિત ફેક્ટરીમાં વિકસાવવામાં આવી છે.

1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ભારતમાં રેપોરેટ એ રિવર્સ રેપોરેટ કરતાં ઓછો છે.
2. ભારતમાં બેન્કરેટ એ રેપોરેટ કરતાં વધુ છે.
3. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપોરેટ કરતાં ઓછો છે.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બ્લુ મુન (Blue Moon) ની ઘટના ___ છે.

જો પૂર્ણિમા કેલેન્ડર મહિનામાં ત્રણ વાર દેખાય.
જો એક જ કેલેન્ડર મહિનામાં બીજી પૂર્ણિમા દેખાય.
જો બીજી પૂર્ણિમા એક કેલેન્ડર વર્ષમાં સતત બે મહિના દેખાય.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP