GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. નાણા વિધેયકોના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગીત કરવાનો નિષેધાધિકાર ધરાવતાં નથી. 2. રાષ્ટ્રપતિ નાણા વિધેયકને પોતાની અનુમતિ આપી શકે છે અથવા રોકી રાખી શકે છે. 3. બંધારણીય સુધારા વિધેયકમાં રાષ્ટ્રપતિ પાસે નિષેધાધિકાર (veto) સત્તા નથી. 4. નાણા વિધેયક સામે રાષ્ટ્રપતિ ફક્ત “પોકેટ વીટો” (pocket veto) સત્તા વાપરી શકે છે કારણ કે લોકસભામાં તે તેઓની પૂર્વ અનુમતિથી રજૂ કરવામાં આવે છે, તેથી તેઓ સંપૂર્ણ નિષેધાધિકાર (absolute veto)નો ઉપયોગ કરી શકતાં નથી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભૂકંપના મોજાંઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. પ્રાથમિક અથવા લંબાત્મક મોજાઓ (P-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે. 2. ગૌણ અથવા આડા મોજાંઓ (S-waves) પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતાં નથી. 3. સપાટીના મોજાંઓ (L-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો. 2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી. 3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક પ્રોજેક્ટ માટે ચાર વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તે માટે P, Q, R, S, T, U અને V એમ કુલ-07 ઉમેદવારો ઉપલબ્ધ છે. તેમની બાબતમાં નીચે મુજબની વિગતો ધ્યાને લો. P અને Q સાથે કામ નહિ કરે. T અને R સાથે કામ નહિ કરે. U અને T સાથે કામ કરવા ઈચ્છે છે. તો નીચે પૈકી ક્યા ચાર વ્યક્તિઓની પસંદગી સૌથી વધુ સ્વીકાર્ય હોઈ શકે ?