સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેનની લંબાઈ 185m અને 215m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ?
સમય અને અંતર (Time and Distance)
બે સ્ટેશનો A અને B વચ્ચેનું અંતર 778 Km છે. એક ટ્રેન A થી B ની યાત્રા 84 Km/hr ની ઝડપે પૂરી કરે છે. અને 56 Km/hr ની ઝડપે A તરફ પરત ફરે છે. તો સમગ્ર યાત્રા દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી હશે ?
x = A થી B સુધી જવાની ઝડપ y = B થી A સુધી આવવાની ઝડપ
સરેરાશ ઝડપ = 2xy / (x+y) = (2×84×56) / (84+56) = (2×84×56) / 140 = 67.2 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance)
રાહુલ શહેર A થી B તરફ મુસાફરી 6.50 am વાગે શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું કુલ અંતર 350 km છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 km/hr ની ઝડપે 2 કલાક 12 મીનીટમાં પૂરો કરે છે. રસ્તા પરની હોટેલમાં ચા-પાણી માટે 30 મીનીટ લાગી છે. બાકીનું અંતર 80 km/hr ની ઝડપે પૂરું કરે છે. તો રાહુલ શહેર B ક્યારે પહોંચશે ?
સમય અને અંતર (Time and Distance)
એક કાર સ્ટેશન A થી સ્ટેશન B 40 કિ.મી./કલાકની ઝડપથી જાય છે. અને પરત 60 કિ.મી. /કલાકની ઝડપથી આવે છે. તો તેની પુરી મુસાફરીની સરેરાશ ઝડપ શોધો.
સમય અને અંતર (Time and Distance)
જો રમેશ 7 Km/hr ની ઝડપે ચાલે તો તે શાળામાં 9 મિનિટ મોડો પહોંચે છે. પણ જો તે 8 Km/hr ની ઝડપે ચાલે તો 6 મિનિટ વહેલો પહોંચે છે. શાળા કેટલી દૂર હશે ?