GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો.

બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે.
ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી.
રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે.
બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કેન્દ્રીય માલ અને સેવા વેરા કાયદા -2017 (CGST Act-2017) અનુસાર કરપાત્ર બનતી વસ્તુઓ અને સેવાઓને વિવિધ ચોક્કસ સંકેત (કોડ) આપીને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને 'હાર્મોનાઈઝ સિસ્ટમ નોમેનક્લેચર (HSN)' સંકેત (કોડ) કહે છે. આ HSN સંકેતનો ઉદભવ અને વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો.

ભારતની GST કાઉન્સિલ
કસ્ટમ કૉ-ઓપરેશન કાઉન્સિલ ઓફ બેલ્જીયમ
HSN/SAC કોડ સમિતિ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. ચાલુ મિલકતનો ચાલુ જવાબદારીઓ પરનો વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડી તરીકે ઓળખાય છે.
II. કાર્યશીલ મૂડીના અમલ અને યોગ્ય ઉપયોગ દ્વારા નફો કમાવવાની ક્ષમતા શોધવી મુશ્કેલ બને છે.
ઉપરોક્ત બે વિધાનોના સંદર્ભમાં, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?

બંને વિધાનો સાચાં છે.
વિધાન-I ખોટું છે અને વિધાન-II સાચું છે.
વિધાન-I સાચું છે અને વિધાન-II ખોટું છે.
બંને વિધાનો ખોટા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની શીડ્યુલ્ડ વેપારી બેન્કોના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

શીડ્યુલ્ડ વેપારી બેન્કો એ એવી બેંકો છે કે ભારતીય રીઝર્વ બેંક ધારા-1934ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે.
શીડ્યુલ્ડ વેપારી બેન્કોએ વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR)ના નહીં પરંતુ રોકડ અનામત પ્રમાણ (CRR) ના ધોરણોને અનુસરવા પડે છે.
શીડ્યુલ્ડ વેપારી બેંકો એ એવી બેંકો છે જે ભારતીય રીઝર્વ બેંક નિયમન ધારો-1949ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે.
શીડ્યુલ્ડ વેપારી બેંકને ભારતીય રીઝર્વ બેન્કના બધા જ નિયમોનું પાલન કરવાની જરૂર નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP