GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961 અનુસાર નીચેના પૈકી કયાનો કરપાત્ર આવકમાં સમાવેશ થતો નથી ?

વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે.
આકસ્મિક આવક
વસ્તુ સ્વરૂપે મળેલ આવક
દાણચોરીમાંથી થયેલ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું છે.
I. ઈન્વેન્ટરીમાં કાચી સામગ્રી, તૈયાર થયેલ માલ અને ચાલુ કામમાં રહેલ માલ સામેલ છે.
II. ઇન્વેન્ટરી એ કાર્યશીલ મૂડીનો એક ભાગ છે.
III. ઇન્વેન્ટરીમાં ખરીદવા માટે સંભવ્ય માલનો સમાવેશ થાય છે.

I, II અને III
I અને II
II અને III
I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સીમાંત સ્થાયી સુવિધા (Marginal Standing Facility) અને રેપો રેટ વિશે નીચેનામાંથી ક્યુ/ક્યા વિધાન/વિધાનો સાચા છે ?
વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. સીમાંત સ્થાયી સુવિધાને મે, 2011થી લાગુ કરવામાં આવી હતી.
II. સીમાંત સ્થાયી સુવિધા હેઠળ વેપારી બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી વર્તમાન રેપો રેટ કરતા એક ટકા વધારે વ્યાજે ઉધાર લઇ શકે છે.
III. રેપો રેટ અને વ્યાજ દર છે કે જેના પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાપારી બેંકો પાસેથી પૈસા લે છે.
IV. રેપો રેટમાં વધારાથી અર્થવ્યવસ્થાના રોકડતા વધે છે.

II અને IV
I અને IV
I અને III
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું વિધાન સાચું છે ?

જો બે વસ્તુઓ X અને Y અવેજી છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે.
જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં ઘટાડો થશે.
જો X હલકી વસ્તુ હોય તો ગ્રાહક ની આવક વધતા X માટેની માગમાં વધારો થશે.
જો બે વસ્તુઓ X અને Y પૂરક છે, તો X ની કિંમતમાં વધારો થવાથી Y માટેની માગમાં વધારો થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે. વિધાનોની નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. પુરવઠા રેખા પરની ગતિ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન સૂચવે છે
II. પુરવઠા રેખાની ગતિ પુરવઠામાં વધારો અથવા ઘટાડો સૂચવે છે.
III. જો પુરવઠાની રેખા જમણી તરફ ગતિ કરે તો તે પુરવઠામાં ઘટાડો સૂચવે છે
IV. પુરવઠાની રેખા પર ઉપરની તરફની ગતિ પુરવઠાના જથ્થામાં ઘટાડો સૂચવે છે

I અને II
I, II અને III
II, III અને IV
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે.
શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

આપેલ પૈકી એક પણ નહીં
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP