GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ન્યાયાધીશની નિમણૂંક કેસ 1998 ના સંદર્ભે ન્યાયાધિશોની નિમણૂંક બાબતે ઉચ્ચતમ ન્યાયાલયના સ્પષ્ટીકરણો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણુંક કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉચ્ચતમ ન્યાયાલયના ચાર વરિષ્ઠતમ ન્યાયાધીશો સાથે વિચારવિનિમય કરશે.
ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ફેરબદલી કરતી વખતે, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એ જ્યાંથી ન્યાયાધીશની ફેરબદલી કરવામાં આવી છે અને જ્યાં ફેરબદલી કરવામાં આવી છે તે ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચારવિનિમય કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારે તેનો પ્રથમ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ કાર્યક્રમ 18 જાન્યુઆરી 2021 થી 17 ફેબ્રુઆરી 2021 દરમ્યાન મનાવ્યો જેનો મુખ્ય વિચાર ___ હતો.

સબકી સડક - સબકી સુરક્ષા
આપેલ પૈકી એક પણ નહીં
સડક સુરક્ષા - જીવન સુરક્ષા
સબકી સડક - મંગલમય જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
દક્ષિણ પશ્ચિમી પવનો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ પવનો બે શાખાઓમાં વહેંચાય છે - અરબી સમુદ્ર શાખા અને બંગાળની ખાડી શાખા
2. બંગાળની ખાડીની શાખા ગંગાના મેદાનો તરફ પશ્ચિમ દિશામાં આગળ વધી સમગ્ર ઉત્તર ભારતને આવરી લે છે.
3. અરબી સમુદ્ર શાખા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ અને કચ્છને અથડાય છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ આપે છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના બંધારણના મૂળભૂત હક્કો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે.
રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડેલા કાયદાઓને કોઈ અદાલત દ્વારા પડકારી શકાય નહિ.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઉત્તર પૂર્વીય ચોમાસુ અથવા પાછા ફરતા મોસમી પવનો (Retreating monsoons) ત્યારે થાય છે જ્યારે ___
1. ચોમાસાની ઋતુ બાદ સૂર્ય દક્ષિણ તરફ પાછો વળે છે.
2. ભારતીય ઉપખંડનો ઉત્તરીય જમીનખંડ ઠંડો થવા લાગે છે.
3. દેશના દક્ષિણી પ્રદેશમાં શુષ્ક ઋતુ હોય છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
તાજેતરમાં વડાપ્રધાને નીચેના પૈકી કયા સ્થળોએ છ લાઈટ હાઉસ પ્રોજેક્ટનો પાયો નાખ્યો ?
i. ઈન્દોર અને ચેન્નાઈ
ii. રાજકોટ અને રાંચી
iii. અગરતલા અને લખનઉ
iv. વિશાખાપટ્ટનમ્ અને કન્યાકુમારી

ફક્ત ii, iii અને iv
ફક્ત ii
ફક્ત i, ii અને iii
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP