GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના (CBSE) ના યોગ્યતા આધારિત મૂલવણી માળખા (Competency Basel Assessment Framework) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ યોગ્યતા આધારિત મૂલવણી માળખું ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે છે. 2. આ માળખું અમેરીકન એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા ઘડવામાં આવ્યું હતું. 3. આ માળખું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નિર્દેશાનુસાર આગામી 2 થી 3 વર્ષમાં હાલની ટેવ આધારી શીખવાની પધ્ધતિ (Rote learning model) ની જગ્યાએ નવી પધ્ધતિ (new model) લાવવાનું લક્ષ્ય રાખે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
અણુ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તમામ પદાર્થો ખૂબ જ નાના કણોના બનેલા હોય છે જેને અણુ કહે છે. 2. અણુઓને રાસાયણિક પ્રતિક્રિયામાં ઉત્પન્ન અથવા નાશ કરી શકાતા નથી. 3. અણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી, તેઓ પરમાણુઓના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે. 2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી. 3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.