GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વસ્તી ગણતરી 2011 વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ભારતમાં પશ્ચિમ બંગાળ એ સૌથી ઓછું શહેરીકરણ થયેલ રાજ્ય છે.
2. 2001 થી 2011 વચ્ચે ભારતમાં નિરપેક્ષ શહેરી વસ્તી વૃધ્ધિ નિરપેક્ષ ગ્રામ્ય વસ્તી વૃધ્ધિ કરતાં વધુ હતી.
3. સિક્કીમ સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે.

1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ચૂકવણી બેંકો (Payments banks) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 10,00,000 ની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે.
ATM / ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત રકમ (remittance) સેવાઓ આપી શકે.
RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) જાળવવો જરૂરી નથી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ___ ખાતે વિસ્તૃત હોય છે.

આપેલ પૈકી એક પણ નહીં
કેન્દ્રીય વિસ્તાર
દક્ષિણ ધ્રુવ
ઉત્તર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. મોટા પ્રમાણમાં ઉષ્ણ કટિબંધીય વન – ઉત્તર આસામ, પૂર્વ હિમાલયના નીચલા ઢાળવાળા ક્ષેત્રમાં જોવા મળે છે.
2. સૂકા ઉષ્ણ કટિબંધીય વન – ઉત્તરીય પર્વતીય વિસ્તારો તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળે છે.
૩. પર્વતીય સમશીતોષ્ણ વન – પશ્ચિમ ઘાટ, આસામ, નાગાલેન્ડ અને મિઝોરમમાં જોવા મળે છે.
4. ઉપ-ઉષ્ણકટિબંધીય પર્વતીય વન - ટ્રાંસ હિમાલયમાં જોવા મળે છે.

1, 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ગોવા ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડીચર દ્વારા મૂકવામાં આવેલાં સ્થાનિક શહેરી સંસ્થા સુધારાઓ (Urban Local Bodies reforms) પૂર્ણ કરનાર છઠ્ઠું રાજ્ય બન્યું છે. અન્ય પાંચ રાજ્યો ક્યાં છે ?

આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ગુજરાત અને મહારાષ્ટ્ર
છત્તીસગઢ, ઓડિસ્સા, હિમાચલ પ્રદેશ, પંજાબ અને અરૂણાચલ પ્રદેશ
કેરળ, પશ્ચિમ બંગાળ, ઓડિસ્સા, બિહાર અને ઝારખંડ
આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રીપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP