GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં કેન્દ્ર સરકારે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 માં માન્ય કરેલાં સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. આ સુધારા બાદ જિલ્લાઓના બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) જિલ્લા મેજીસ્ટ્રેટ (DM) હેઠળ કાર્ય કરશે.
II. DM સ્વતંત્ર રીતે બાળકલ્યાણ સમિતિનું (Child Welfare Committee) અને ખાસ જુવેનાઈલ પોલીસ એકમ (Specialised Juvenile Police Unit) નું મૂલ્યાંકન કરશે.
III. તેઓ બાળ સંભાળ સંસ્થા (Child Care Institute) ની ક્ષમતા અને પાશ્ચાદભૂમિકા ચકાસશે ત્યારબાદ તેની નોંધણી માટે ભલામણ થઈ શકશે.

ફક્ત I અને III
I, II અને III
ફક્ત II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જાહેર ક્ષેત્રની બેંકો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ્) એક્ટ, 1970 માં સુધારા કરવામાં આવશે.
આપેલ બંને
બેંકીંગ કંપનીઝ (એક્વીઝીશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકીંગ્સ્) એક્ટ, 1980 માં સુધારો કરવામાં આવશે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આર્થિક સુધારાની શરૂઆત 1991 માં કરવામાં આવી અને નિકાસ વધારવામાં આવી. તેની સાથે સાથે આયાતમાં પણ ___ હેતુથી ઉદારીકરણ કરવામાં આવ્યું.

ઓછી પડતર કિંમતના માલના ઉત્પાદન
ઘરેલું બજારમાં સ્પર્ધા ઉભી કરવાના
માંગના ઘટાડાને પહોંચી વળવાના
તકનીકી સુધારા લાવવાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ભારત 2.76% નિયત હિસ્સો (quota) અને 2.64% મત સહભાગિતા (Vote share) ધરાવે છે.
આપેલ તમામ
IMF બિન સભ્ય દેશોને પણ લોન પૂરી પાડી શકે છે.
2019 પછી નિયત હિસ્સા (quota) અને મતની સહભાગિતા (Vote share) ના સંદર્ભે ચીન સૌથી મોટા સદસ્ય તરીકે ઉભરી આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

શીત વિસ્તાર આર્કટીક સર્કલ અને ઉત્તરધ્રુવ વચ્ચે સ્થિત છે.
સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે સ્થિત છે.
ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કર્કવૃત્ત અને એન્ટાર્ટટિક સર્કલની વચ્ચે સ્થિત છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડે ISRO ને C32 – LH2 આપ્યાં, આ ___ છે.

અત્યાર સુધીનું સૌથી મોટું GSLV માટેનું લોન્ચ પેડ
આપેલ પૈકી કોઈ નહીં
નેનો રડાર સીસ્ટમ જે ઉપગ્રહોની ભ્રમણકક્ષાનું પગેરું લે છે.
અત્યાર સુધીની સૌથી મોટી કાયોજીનીક પ્રોપેલન્ટ ટેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP