GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું જોડું / કયા જોડાં અયોગ્ય રીતે જોડાયેલાં છે ? i. નાથુલા પાસ : સિક્કીમ અને તિબેટ ii. પલકકડ ગેપપાસ : કેરળ અને તમિલનાડુ iii. શિપકીલા પાસ : અરૂણાચલ પ્રદેશ અને ચીન iv. ઝોજીલા પાસ : કાશ્મીર ખીણ અને લડાખ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે. ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે. iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે. iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત અને ___ વચ્ચેની 11મી “INDRA 2019” સંયુક્ત ત્રિ-સેવાઓ કવાયત (tri-services exercise) ડિસેમ્બરની 10-19, 2019 દરમ્યાન એક સાથે પુના અને ગ્વાલિયર ખાતે યોજાઈ ગઈ.