GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. દક્ષિણ પૂર્વ એશિયામાં મુખ્ય ઈમીગ્રન્ટ (દેશાંતરવાસી) વંશીય જૂથ ચાઈનીઝ અને ભારતીયો છે. ii. દક્ષિણ પૂર્વ એશિયાની હાલની વસ્તીની મોટી બહુમતી મોંગોલોઈડ વંશીય જૂથ ધરાવે છે. iii. દક્ષિણ પૂર્વ એશિયાના હાલના વસાહતીઓના જાણમાં હોય તેવા સૌ પ્રથમ પૂર્વજો ઓસ્ટ્રેલોઈડ હતા પરંતુ તેઓ તેમની પાછળ ખૂબ ઓછી નિશાની છોડી ગયા.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અલનીનો (EI-Nino) અને ભારતીય ચોમાસાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ? i. ભારતમાં અલ-નીનો લાંબા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ii. ભારતમાં અલ-નીનો ટૂંકા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. iii. ભારતમાં અલ-નીનો મધ્યમગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા ઉપયોગમાં લેવાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? i. રાજસ્થાની ચિત્રકલાનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલીમાં રહેલું છે. ii. રાજસ્થાની ચિત્રકલામાં ભારતીય ભીતચિત્રોની પરંપરા રહેલી છે. iii. પહાડી ચિત્રકલાના વિકાસમાં મુઘલ ચિત્રકલાનો પણ ફાળો છે.