GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્યપાલને સોંપાયેલી ખાસ જવાબદારીઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. ઉત્તરાખંડમાં આદિજાતિ વિસ્તારોનો વહીવટ
ii. મણીપુરમાં પર્વતીય વિસ્તારોનો વહીવટ
iii. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
માઈક્રો ફાયનાન્સ એ ઓછી આવક જૂથના લોકોને આર્થિક સેવાઓ આપવાની જોગવાઈ છે. તે ઉપભોક્તાઓ અને સ્વરોજગારો બંનેનો સમાવેશ કરે છે. માઈક્રો ફાયનાન્સ અંતર્ગત નીચેના પૈકી કઈ સેવાઓ આપવામાં આવે છે ?
i. ક્રેડીટ સુવિધાઓ
ii. બચત
iii. વીમો
iv. ફંડ ટ્રાન્સફર

i, ii, iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i અને iv
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :
'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી
'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી
'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી
'A & B’ એટલે A એ B કરતા નાનો નથી
'A # B” એટલે A એ B કરતા મોટો નથી
આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.
વિધાનો : U@D,D$E,E%Y,Y&W
તારણો : (I) U@Y
(II) W%D

જો માત્ર તારણ II સાચું છે.
જો તારણ । અથવા II સાચું છે.
જો માત્ર તારણ I સાચું છે.
જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકા જોડો.
કર્તા
a. મનુભાઈ પંચોળી
b. પન્નાલાલ પટેલ
c. ઈશ્વર પેટલીકર
d. ચુનીલાલ મડિયા
કૃતિ
i. ઋણાનુબંધ
ii. મીણ માટીના માનવી
iii. ઝેર તો પીધાં છે જાણી જાણી
iv. વ્યાજનો વારસ

a-iii, b-ii, c-i, d-iv
a-iii, b-ii, c-iv, d-i
a-ii, b-iii, c-iv, d-i
a-ii, b-iii, c-i, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ (Startup) ગુજરાત પહેલ (initiative) અંતર્ગત આપવામાં આવતી સહાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. નવપ્રવર્તકને (Innovator) એક વર્ષ માટે પ્રતિમાસ રૂા. 10,000/- નિર્વાહ ભથ્થું
ii. માર્ગદર્શક સેવાઓ માટે જે તે સંસ્થાને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની સહાય.
iii. પહેલ (Innovative) પ્રક્રિયા માટે જરૂરી કાચો માલ/સાધનો અને અન્ય સંલગ્ન ઉપકરણોના ખર્ચ પેટે રૂા. 10 લાખ સુધીની સહાય.

ફક્ત i અને ii
ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP