GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં ઈન્ટરનેટ પરના વેપારની શરૂઆત 2000 માં થઈ ઈન્ટરનેટ વેપારના સંબંધિત નીચેની માહિતી વાંચો અને સાચો જવાબ આપો. (I) ઈન્ટરનેટ વેપારની શરૂઆત કરવા માટે રોકાણકારે ઓનલાઈન સેવા પૂરી પાડતા દલાલને ત્યાં નોંધણી કરાવવી પડે છે. (II) દલાલ ગ્રાહકને ઓનલાઈન સેવા માટેનું પ્લેટફોર્મ આપે છે પરંતુ તેના જોખમની જવાબદારી લેતો નથી. (III) ઈન્ટરનેટ વેપાર માટે દલાલને ત્યાં બેંકખાતું કે ડિમેટખાતુ ખોલાવવું ફરજિયાત છે. (IV) એપ્રિલ 2000 માં બજારમાં તેજી હતી અને 79 સભ્યોએ ઈન્ટરનેટ વેપારની પરવાનગી મેળવી હતી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની વિગતો ધ્યાનમાં લો. (I) જો આવક કરમુક્ત હોય તો, આવકની ગણતરી વખતે તેનો સમાવેશ કરવામાં આવશે નહીં (II) આવકની રકમ કરતા કરમુક્તિ વધુ હોઈ શકે. (III) સામાન્ય રીતે કપાતો કરપાત્ર આવકમાંથી જ આપવામાં આવે છે. (IV) આવકની રકમ કરતા કપાતો ઓછી હોવી જોઈએ. નીચે આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી. (III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે. (IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.